Monday, May 12, 2008

ક્યારનો કહું છુ.. ઉભો થા...!

મારો બાપો બહુ ખરાબ છે...
ઉંઘવા જ નથી દેતો...
હું ગમે એટલુ કરુ ને તોય એને સારુ જ ના લાગે..
સવારમાં પાટા મારે... ઉઠાડે... ઉઠ... ઉભો થા જોવ કે...

ચાલો જોવુ છે તમારે મારા બેડરુમમાં શું થાય છે...?

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

રાતે મોડો સુવે છે ને સવારે મોડો ઉઠે...
કામ કા કરવુ નહીને બાપાને તું લુટે...
નકામો કામ વગરનો બાર રખડે...
જાત જાતના ભાઈબંધની હારે રખડે...
ઘડીકમાં કે હું શેરબજારનુ કરુ છુ...
ઘડીકમાં કે હું બાપુનગર જાઉં છું...
સરખી રીતે ચોટાડીને નોકરી નથી કરતો..
વળી પછો કે કે હું લીરીલથી નાઊ છું...
જ્યારે જુઓ ત્યારે પાનના ગલ્લેને ગલ્લે...
ભલે તારા બાપા ચડી જાય સાવ ટલ્લે...
તારા લીધે મારા માથે ધોળા આવી ગ્યા...
તારા લીધે લેણદારો ઘેર આવી ગ્યા...
રોજ રોજ હાલવામાંને ચાલવામાં નખરા..
કપડાં પેરે ત્યારે કરે કાચ સામે નખરા...
નવા નવા કપડાં પેરી રોજ કરે લફરા...
તને જનમ આપી મારા દાડા આવ્યા કપરા...
આટ આટલુ કહું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

હમાણા પાછો કે મારે લગન કરવા છે...
છોકરીના બાપને રાજી કરવા છે...
ખબરદાર જો પૈણવાનુ નામ લીધુ છે...
કમાતો નથીને પાછા લગન કરવા છે...
નવરાત્રીમાં રોજ રાતે ચાર વાગે આવે...
છોડીઓને લાઈક ઉપર ઘેર મુકી આવે...
રોજ રોજ નવી બેનપણીઓ ફસાવે...
રંગબેરંગી ધોતીયાના ખર્ચા કરાવે...
પાછો કે બાપા થોડા પેટ્રોલના તો આપો...
ગાડિના ના હોય તો સ્કુટરના તો આપો...
મે કિધુ તારા બાપને પેટ્રોલપંપ છે...
તો મને કે કે પેલીના બાપને પેટ્રોલપંપ છે...
ડાંડીયાનો શોખ હોય તો પોલીશવાળો થા...
પછી એક ડાંડીયો લઈને નવરાત્રીમાં જા...
હાથ જોડ્યા ભાઈ કાંઇ કામકાજ કર...
પૈસા પેદા કર પછી રોજ જલ્સા કર...

આટ આટલુ ભસું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

આ જો નવી જ બાઈક લીધી છે હમણાં...
કોલેજમાં આવ્યો એટલે લાઈક અપાવી...
તો ભણવાને બદલે તે છોકરી પટાવી...
રીઝલ્ટમાં પાંચમાંથી ત્રણમાં નપાસ...
ખીસા એના તપાસો તો પોગ્રામના પાસ...
ગણીતમાં પચ્ચીને એકાઉન્ટમાં તેર..
ઈન્ગલિશમાં તૈણને બાકી લીલાલેર...
ભણવામાં મીંડુને ગર્લફ્રેન્ડ બે...
કોલેજમાં ગુલ્લીને પાર્કીંગમાં રે...
તારા લીધે ટેલીફોનનુ બીલ વધી ગ્યુ..
મોબાઈલને લીધે મારુ પ્રેશર વધી ગ્યુ...
હાય નીતા કેમ છો ને હાય રિટા કેમ છો...
કોક દી તો મને પુછ કે હાય બાપા કેમ છો...
કમાવામાં જો રહીસ તુ સાવ આવો..
તો એક દી તારો બાપ બની જાશે બાવો...
રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ...
નો દેખાડે છોકરીને નો આપે એ ચાન્સ..
આના કરતા મરી જાતું મેર મુઆ ફાટી મુઆ... ઉભો થા...

આટ આટલુ ભસું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

3 comments:

Anonymous said...

Really funny song...!
Thanks

Anonymous said...

રમુજી વાંચવા કરતા સાંભળવાની મઝા અલગ જ
પ્રજ્ઞાજુ વ્યાસ્

Rikin said...

It's really a Great, useally touch too all father & son of this time