Monday, September 15, 2008

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન



શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણમ
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ

શ્રી રામ... શ્રી રામ...

Wednesday, July 16, 2008

કિનારા અલગ રહીને...




કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(આભારઃ લયસ્તરો.કોમ)