Thursday, May 29, 2008

Sunday, May 18, 2008

વીર કરોળીયો ઝાડાવાળો...




ક્રિષ્ન મુરારી જી...



ક્રિષ્ન મુરારી જી... આંખ બસે... મન ભાવે...
ક્રિષ્ન મુરારી જી... આંખ બસે... મન ભાવે...
બાંકે બિહારી જી... આંખ બસે... મન ભાવે...
બાંકે બિહારી જી... આંખ બસે... મન ભાવે...

Thursday, May 15, 2008

યે નથી હમારી કિસ્મત (ઓડીયો)



આ ગઝલના શબ્દો વાંચવા તથા તેનો સરળ ગુજરાતી અનુવાદ સાંભળવા
અહી ક્લીક કરો...!

Wednesday, May 14, 2008

મારે કમખે બેઠો રે મોર...

ભલો રે ભલો રાજા...




ભલો રે ભલો રે રાજા સત રે ગોપીચંદ
પીયુ પરદેશ મત જાના જી...

ભલો રે ભલો રે રાજા સત રે ગોપીચંદ
પીયુ પરદેશ મત જાના જી...

Monday, May 12, 2008

ક્યારનો કહું છુ.. ઉભો થા...!



મારો બાપો બહુ ખરાબ છે...
ઉંઘવા જ નથી દેતો...
હું ગમે એટલુ કરુ ને તોય એને સારુ જ ના લાગે..
સવારમાં પાટા મારે... ઉઠાડે... ઉઠ... ઉભો થા જોવ કે...

ચાલો જોવુ છે તમારે મારા બેડરુમમાં શું થાય છે...?

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

રાતે મોડો સુવે છે ને સવારે મોડો ઉઠે...
કામ કા કરવુ નહીને બાપાને તું લુટે...
નકામો કામ વગરનો બાર રખડે...
જાત જાતના ભાઈબંધની હારે રખડે...
ઘડીકમાં કે હું શેરબજારનુ કરુ છુ...
ઘડીકમાં કે હું બાપુનગર જાઉં છું...
સરખી રીતે ચોટાડીને નોકરી નથી કરતો..
વળી પછો કે કે હું લીરીલથી નાઊ છું...
જ્યારે જુઓ ત્યારે પાનના ગલ્લેને ગલ્લે...
ભલે તારા બાપા ચડી જાય સાવ ટલ્લે...
તારા લીધે મારા માથે ધોળા આવી ગ્યા...
તારા લીધે લેણદારો ઘેર આવી ગ્યા...
રોજ રોજ હાલવામાંને ચાલવામાં નખરા..
કપડાં પેરે ત્યારે કરે કાચ સામે નખરા...
નવા નવા કપડાં પેરી રોજ કરે લફરા...
તને જનમ આપી મારા દાડા આવ્યા કપરા...
આટ આટલુ કહું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

હમાણા પાછો કે મારે લગન કરવા છે...
છોકરીના બાપને રાજી કરવા છે...
ખબરદાર જો પૈણવાનુ નામ લીધુ છે...
કમાતો નથીને પાછા લગન કરવા છે...
નવરાત્રીમાં રોજ રાતે ચાર વાગે આવે...
છોડીઓને લાઈક ઉપર ઘેર મુકી આવે...
રોજ રોજ નવી બેનપણીઓ ફસાવે...
રંગબેરંગી ધોતીયાના ખર્ચા કરાવે...
પાછો કે બાપા થોડા પેટ્રોલના તો આપો...
ગાડિના ના હોય તો સ્કુટરના તો આપો...
મે કિધુ તારા બાપને પેટ્રોલપંપ છે...
તો મને કે કે પેલીના બાપને પેટ્રોલપંપ છે...
ડાંડીયાનો શોખ હોય તો પોલીશવાળો થા...
પછી એક ડાંડીયો લઈને નવરાત્રીમાં જા...
હાથ જોડ્યા ભાઈ કાંઇ કામકાજ કર...
પૈસા પેદા કર પછી રોજ જલ્સા કર...

આટ આટલુ ભસું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

આ જો નવી જ બાઈક લીધી છે હમણાં...
કોલેજમાં આવ્યો એટલે લાઈક અપાવી...
તો ભણવાને બદલે તે છોકરી પટાવી...
રીઝલ્ટમાં પાંચમાંથી ત્રણમાં નપાસ...
ખીસા એના તપાસો તો પોગ્રામના પાસ...
ગણીતમાં પચ્ચીને એકાઉન્ટમાં તેર..
ઈન્ગલિશમાં તૈણને બાકી લીલાલેર...
ભણવામાં મીંડુને ગર્લફ્રેન્ડ બે...
કોલેજમાં ગુલ્લીને પાર્કીંગમાં રે...
તારા લીધે ટેલીફોનનુ બીલ વધી ગ્યુ..
મોબાઈલને લીધે મારુ પ્રેશર વધી ગ્યુ...
હાય નીતા કેમ છો ને હાય રિટા કેમ છો...
કોક દી તો મને પુછ કે હાય બાપા કેમ છો...
કમાવામાં જો રહીસ તુ સાવ આવો..
તો એક દી તારો બાપ બની જાશે બાવો...
રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ...
નો દેખાડે છોકરીને નો આપે એ ચાન્સ..
આના કરતા મરી જાતું મેર મુઆ ફાટી મુઆ... ઉભો થા...

આટ આટલુ ભસું છુ તોય ઉભો નથી થાતો તું... ઉભો થા

એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...
એલા કેટલુ કીધુ પણ બેઠો નથી થાતો ઉભો થા...

શ્રી દત્ત બાવની

Sunday, May 11, 2008

પ્રેમનો પબ્લીક ઇશ્યુ...!


વ્હાલા મિત્રો,

પેટ પકડીને હસાવતુ ગુજરાતી નાટક, પ્રેમનો પબ્લીક ઇશ્યુ...! ની વિડીયો લીંક મુકી રહ્યો છું.
આશા રાખુ આપ સૌને તે ગમશે.

રાજીવ


Saturday, May 10, 2008

કસુંબીનો રંગ...



લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..

નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..

પીડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..

ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

- ઝવેરચંદ મેઘાણી

(શબ્દો "કવિલોક" માંથી આભાર સહ...)