Friday, June 6, 2008

શ્રી રાજેન્દ્ર શાહ





3 comments:

Unknown said...

સાથે શબ્દો મૂક્યા હોત તો વધારે મઝા આવી હોત.
આમ પણ મઝા આવી જ છે.

Anonymous said...

khub j sundar...

Anonymous said...

મઝા આવી-
શબ્દો
નિરુદ્દેશે - રાજેન્દ્ર શાહ
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગ ને
હું જ રહું અવશેષે.

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે.
પ્રજ્ઞાજુ વ્યાસ